Sunday 1 May 2022

Gujarat Foundation Day

 

ગુજરાત ફાઉન્ડેશન ડે પર એન્ડટીવીના કલાકારોએ તેમના રાજ્ય માટે તેમનું પ્રાદેશિક ગૌરવ દર્શાવ્યું

ભારતમાં પાંચમું રાજ્ય ગુજરાત અલગ રાજ્ય માટે લોકો દ્વારા કરવામાં આવેલા સંઘર્ષની યાદગીરીમાં દર વર્ષે 1લી મેના રોજ રાજ્યનો સ્થાપના દિવસ ઊજવે છે. 1960માં બે નવાં રાજ્યનો જન્મ થયો હતો, જે દિવસને મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વખતે 62મા ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતના એન્ડટીવીના કલાકારો સોમા રાઠોડ (ભાભીજી ઘર પર હૈની અમ્માજી) અને આર્યન પ્રજાપતિ (હપ્પુ કી ઉલટન પલટનનો હૃતિક) તેમનું પ્રાદેશિક ગૌરવ વ્યક્ત કરે છે અને આ વિશેષ દિવસ ઊજવવા માટે તેઓ એકત્ર આવી રહ્યા છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે.

 

સોમા રાઠોડ (અમ્માજી) કહે છે, "આ દિવસ જેને પશ્ચિમ ભારતનું ઘરેણું તરીકે ઓળખવામાં આવે છે તે ગુજરાત રાજ્યના સમૃદ્ધ વારસાનો સ્થાપના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે અમદાવાદના સાબરમતી વોટરફોલ ખાતે વિશેષ પરેડ સાથે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ રાજ્ય નૈસર્ગિક અને માનવસર્જિત અજાયબીઓથી ભરચક છે. મને ફરી ફરી જોવાનું ગમે તેવાં ઘણાં બધાં સ્થળો અહીં છે. રાજ્ય મને બહુ વહાલું છે, કારણ કે અહીં સુંદર નૈસર્ગિક સૌંદર્ય, મંદિરો, ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાદિષ્ટ ખાણીપીણી અને કચ્છનો રણ પણ છે. વૈવિધ્યપૂર્ણ સ્થળો અને આકર્ષણોની વ્યાપક શ્રેણી સાથે આ ગૌરવશાળી રાજ્ય છે. હું માનું છું કે લોકો ગુજરાતમાં આવે તેઓ મોહિત થયા વિના રહેતા નથી, કારણ કે અહીં જીવન ખુદ ઉજવણી છે. અમારા રાજ્યના સ્થાપના દિવસે ગુજરાતના દરેકના ખૂબ ખૂબ શુભેચ્છા.

 

આર્યન પ્રજાપતિ (હૃતિક) કહે છે, "નિખાલસતાથી કહું તો આપણે ભારતીય ઉપખંડનો પ્રવાસ કરીએ ત્યારે ગુજરાત તેમાં અવ્વલ ક્રમે આવે છે. તેના ગરબા, મહાત્મા  ગાંધીજીની શીખ સ્મૃતિપટ પર છવાઈ જાય છે. ગુજરાતમાં મારો માતૃત્વ પરિવાર છે, જેથી વેકેશન હોય ત્યારે હું માતા સાથે ત્યાં જાઉં છું. આ રાજ્યનું આકાશ પતંગોથી ઊભરાય છે. અહીંની ખાણીપીણી દરેક મુલાકાતીની ભૂખ સંતોષે છે. હું હાલમાં ગુજરાત ગયો ત્યારે દુનિયામાં સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું જોવા માટે ગયો હતો. તે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ આકારમાં બેગણું છે. પૂતળાનો વિસ્તાર વ્યાપક પર્યટન સ્થળ છે અને મેં પરિવાર સાથે ભરપૂર મજા માણી હતી. અમે સાઉન્ડ એન્ડ લેઝર શો, બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, આયુર્વેદિક વેલનેસ સેન્ટર, ઈકો- ફ્રેન્ડ્લી અને ઔષધી છોડની નર્સરી, હેન્ડિક્રાફ્ટ સ્ટોર, વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ, ટ્રેન અને મિરર મેઝ સાથે બાળકોનો પાર્ક, સફારી પાર્ક અને ઝૂ, ઝિપ- લાઈનિંગ, વ્હાઈટ વોટર રાફ્ટિંગ, સાઈકલિંગ અને બોટિંગ વગેરેનો અહીં છે. દેખીતી રીતે જ અમારા બધાને માટે આ ખુશીનો અવસર છે અને અને દરેકને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા આપીએ છીએ.

 

જોતા રહો હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈ, રાત્રે 10.00થી રાત્રે 10.30, દરેક સોમવારથી શુક્રવારે, ફક્ત એન્ડટીવી પર!

No comments:

Post a Comment