Monday, 21 October 2024

એન્ડટીવી પર અટલમાં નવો કૃષ્ણ બિહારી વાજપેયી તરીકે રવિ મહાશબ્દે


એન્ડટીવી પર 

અટલ શો અટલ બિહારી વાજપેયીના બાળપણની નાજુકતામાં ડોકિયું કરે છે. તાજેતરમાં શોએ પાંચ વર્ષની લીપ લીધી. મરાઠી સિરીઝમાં ભૂમિકા માટે જ્ઞાત અભિનેતા અને લેખક રવિ મહાશબ્દે હવે અટલનો પિતો કૃષ્ણ બિહારી વાજપેયીના રૂપમાં જોવા મળશે. શોમાં તેના પ્રવેશથી રોમાંચ વધ્યો છે, કારણ કે કૃષ્ણ બિહારી વાજપેયીનું પાત્ર હવે પછી વાર્તામાં બહુ મહત્ત્વપૂર્ણ છે.

આ વિશે રોમાંચિત અટલમાં રવિ મહાશબ્દે ઉર્ફે કૃષ્ણ બિહારી કહે છે, અટલના કલાકારો સાથે જોડાવાનું અને અટલજીના પિતા કૃષ્ણ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવવાનું બહુ ગૌરવજનક લાગી રહ્યું છે. આવા દંતકથા સમાન આગેવાનોના જીવનની ઉજવણી રવા પ્રોજેક્ટનો હિસ્સો બનવાનું વિશેષાધિકાર અને જવાબદારીની લાગણી કરાવે છે. કૃષ્ણ બિહારી વાજપેયીને ઊંડાણ અને પ્રભાવ સાથે જીવંત કરવા તે પડકારજનક છે, જે ઝીલવા હું ઉત્સુક હતો. અટલની વાર્તા ભાવનાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને મને આ નોંધપાત્ર ભૂમિકા મળી તે બદલ બેહદ ખુશી છે.

મહાશબ્દે વધુમાં ઉલ્લેખ કરે છે, ગત અભિનેતાએ આ પાત્ર અદભુત રીતે ભજવીને યુવા અટલના પિતાને જીવંત કર્યા હતા. હવે અટલજીના સિદ્ધાંતોને નોંધપાત્ર રીતે આકાર આપનારા પુરુષની ભૂમિકા ભજવવાનું મને બહુ આદરપાત્ર લાગે છે. હું આ શક્તિશાળી પ્રવાસમાં યોગદાન આપવા ઉત્સુક છું અને મને આશા છે કે કૃષ્ણ બિહારી વાજપેયીનું મારું અર્થઘટન દર્શકો સાથે સુમેળ સાધશે. આ શોમાં જોડાવાની એક સૌથી સારી વાત એ છે કે શોમાં પ્રતિભાશાળી ટીમ છે. કૃષ્ણા દેવી વાજપેયીની ભૂમિકા ભજવતી નેહા જોશી અને યુવા અટલનું પાત્ર ભજવતા આયુધ ભાનુશાલી સાથે મારા સંબંધ સેટ પર વધુ ગાઢ બન્યા છે. નેહા સુંદર સહ-કલાકાર છે, જે ભૂમિકામાં ઉષ્મા અને અસલપણું લાવે છે, જે ઊંડું પારિવારિક જોડાણ દર્શાવવામાં મદદ કરે છે. આયુધ તેની લગની અને ઊર્જાથી ભરચક છે, જેથી તેની સાથે પણ કામ કરવાની મજા આવે છે. ભૂમિકા પ્રત્યે તેની સમર્પિતતા પ્રેરણાત્મક છે અને અમારી ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી સુંદર રીતે વાર્તાના હાર્દમાં પિતા- પુત્રના સંબંધોને દર્શાવે છે.’’

જોતા રહો રવિ મહાશબ્દેને અટલમાં કૃષ્ણ બિહારી વાજપેયી તરીકે, દરેક સોમવારથી શુક્રવાર, રાત્રે 8.00 વાગ્યાથી, ફક્ત એન્ડટીવી પર!

No comments:

Post a Comment